વડા પ્રધાન મોદી બિહારના બક્સરમાં…

0
557
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 મે, મંગળવારે બિહારના બક્સરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. એમની સાથે મંચ પર એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના વડા અને કેન્દ્રીય પ્રધાન અન્ન, જાહેર વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાન પણ હતા. બક્સરમાં 19 મેએ મતદાન થવાનું છે, જે સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીનો આખરી રાઉન્ડ હશે.પોતાના ભાષણમાં મોદીએ વિપક્ષને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે મેં ગુજરાતના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન તરીકેના શાસન વખતે કોઈ બેનામી સંપત્તિ જમા કરી હતી એવું 'મહામિલાવટી લોકો' એ સાબિત કરે.