અંબાજીઃ 150 + માટે પ્રાર્થના

0
1384

બનાસકાંઠાઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભાજપ 150+ના સંકલ્પ સાથે 151 કાર્યકર્તાઓ દ્વારા 151 ગજ લાંબી ધજા લઈને દાંતાથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને ભાજપના પ્રદેશ મંત્રી કે સી પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તમામ કાર્યકર્તાઓએ અંબાજી પહોંચી માતાજીના મંદિરના શિખર પર આ ધજાનું ધજારોહણ કરવામાં આવ્યું હતું. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)