પૂનમ સિન્હાએ લખનઉમાં ઉમેદવારીપત્ર ભર્યું…

લખનઉ બેઠક પરથી પૂનમ સિન્હાએ 18 એપ્રિલ, ગુરુવારે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું હતું અને ચૂંટણી રિટર્નિંગ ઓફિસરને તે સુપરત કર્યું હતું. એ વખતે એમની સાથે પાર્ટીનાં સંસદસભ્ય ડિમ્પલ યાદવ, પતિ શત્રુઘ્ન સિન્હા અને બંને પુત્રો – લવ અને કુશ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમેદવારીપત્ર ભર્યા બાદ પૂનમ સિન્હાએ લખનઉ શહેરમાં રોડશો પણ કર્યો હતો. લખનઉ સીટ પર એ મુકાબલો કરી રહ્યાં છે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહનો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]