દિલ્હીના અનાજ મંડીની ફેક્ટરીની આગે 43નો ભોગ લીધો…

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાણી ઝાંસી રોડ પરના અનાજ બજાર વિસ્તારમાં આવેલા એક ફેક્ટરી મકાનમાં 8 ડિસેંબર, રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે લાગેલી ભીષણ આગમાં ફેક્ટરીના 43 જેટલા કામદારો-મજૂરો માર્યા ગયા છે.


આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે. ફેક્ટરીમાં પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓ અને સામગ્રી રાખવામાં આવી હોવાને કારણે ખૂબ ધૂમાડો ફેલાયો હતો. મોટા ભાગનાં લોકોનાં જાન શ્વાસ રૂંધાઈ જવાને કારણે ગયો હતો.


મોટા ભાગનાં મૃતકો 15-20 વર્ષની વચ્ચેની વયના હતા.


દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ફાયર બ્રિગેડ વિભાગને સવારે 5.22 વાગ્યે ફોન કરીને આગની જાણ કરાઈ એ પછી તરત જ 30 જેટલા ફાયર જવાનો બંબાગાડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા.


ફેક્ટરીનો રેહાન નામનો માલિક સવારથી ફરાર હતો અને પોલીસે એની સામે ફરિયાદ નોંધી છે.