મોદીમય થયું ગુજરાત..

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેંબર, રવિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. દિવસ દરમિયાન એમણે વિવિધ શહેરોમાં અમુક પ્લાન્ટનું ઉદઘાટન કર્યું તો અમુક યોજનાઓનો શુભારંભ કરાવ્યો. આણંદ ખાતે અમુલ ડેરીના ચોકલેન્ટ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટનું એમણે ઉદઘાટન કર્યું હતું. કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર-મુંદ્રા અને પાલનપુર-પાલી-બાડમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.