વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ આર્જેન્ટિનાનાં બુએનોસ આઈરેસમાં G20 શિખર સંમેલનમાં હાજરી આપવા ગયા છે. ત્યાં 29 નવેમ્બર, ગુરુવારે તેઓ ભારતીય સમુદાયનાં લોકોને મળ્યા હતા. ભારતીયોએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદીએ 'શાંતિ માટે યોગ' (Yoga For Peace) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બુએનોસ આઈરેસમાં મોદી યુનાઈટેડ નેશન્સ સંસ્થાના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરેસ અને સાઉદી અરેબિયાના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા.