પીએમ મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી, સોમવારે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટની બાજુની જ જગ્યાએ નેશનલ વોર મેમોરિયલ લોકાર્પણ વિધિ સંપન્ન કરી હતી. એમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે અમર જવાન જ્યોતિને પ્રજ્વલિત કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સ્મારક ભારત દેશ આઝાદ થયા બાદ દેશ માટે સેવા બજાવતી વખતે શહીદ થયેલા જવાનોની યાદમાં બાંધવામાં આવ્યું છે. 40 એકર જમીન વિસ્તારમાં ફેલાયેલા આ વોર મેમોરિયલમાં 25,942 ભારતીય સૈનિકોનાં નામ પથ્થર પર લખવામાં આવ્યા છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]