પ્રિયંકાનાં લગ્ન રિસેપ્શનમાં વડા પ્રધાન મોદી મહેમાન…

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિકોલસ (નિક) જોનાસ પતિ-પત્ની બની ગયાં છે. બંનેએ 4 ડિસેમ્બર, મંગળવારે નવી દિલ્હીમાં હોટેલ તાજ પેલેસ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા. પ્રિયંકા અને નિકે ગઈ 1 અને 2 ડિસેંબરે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ખ્રિસ્તી અને હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]