વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયામાં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત માટે 28 ઓક્ટોબર, સોમવારે રાતે સાઉદી અરેબિયા પહોંચી ગયા હતા. રિયાધ એરપોર્ટ પર એમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રિયાધમાં પીએમ મોદી ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિસિએટિવ (FII) ફોરમ સંમેલનમાં હાજરી આપશે અને સાઉદી અરેબિયાના રાજા સલમાન બિન અબ્દુલઅઝિઝ અલ સાઉદ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશ વચ્ચે અમુક મહત્ત્વની દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા પણ થશે.