માલદીવે પીએમ મોદીને આપ્યો ‘નિશાન ઈઝ્ઝુદ્દીન’ એવોર્ડ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની મુલાકાત માટે પડોશમાં આવેલા માલદીવ દેશ ગયા હતા. ત્યાં 8 જૂન, શનિવારે એમને માલદીવના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન ઈઝ્ઝુદ્દીન' (રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદ્દીન) દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. માલદીવના પ્રમુખ ઈબ્રાહિમ સોલીહે એમને આ એવોર્ડ એનાયત કર્યો હતો. બંને નેતાએ સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષી રાષ્ટ્ર સંબંધોને મજબૂત કરે તે માટે છ કરાર પર સહીસિક્કા કર્યા હતા. મોદીએ માલદીવ સંસદમાં સંબોધન પણ કર્યું હતું.