PM મોદીએ લેહમાં ઝોજિલા ટનલનું ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુકશ્મીરના પ્રવાસે હતા. તેમણે લેહમાં ઝોજિલા ટનલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમની સાથે જમ્મુકશ્મીરના મુખ્યપ્રધાન મહેબુબા મુફતી રહ્યા હતા. તેમજ વડાપ્રધાન મોદીએ 330 મેગાવોટ ધરાવતાં કિશનગંગા હાઈડ્રોપાવર સ્ટેશનને દેશને અર્પણ કર્યો હતો. તેમજ શ્રીનગરમાં શેરે આઈ કશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.