મણિપુરમાં PM મોદીએ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરના પ્રવાસે છે, પીએમ મોદીએ મણિપુરમાં ડેવલપમેન્ટના વિવિધ પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે મણિપુરના ગવર્નર ડૉ. નજમા હેપતુલ્લા, મુખ્યપ્રધાન એન. બિરેન સિંહ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાનોમાં ડૉ. જીતેન્દ્ર સિંહ અને રાજ્યવર્ધનસિંહ રાઠોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ મણિપુરમાં યોજાયેલ પ્રદર્શન પણ નિહાળ્યું હતું, અને પ્રદર્શિનીમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમની સાથે તસ્વીરો પણ ખેંચાવી હતી. પીએમ મોદીએ 105મી ઈન્ડિયન કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]