કર્ણાટકમાં ચૂંટણી માટે મોદીએ ભાજપનું રણશિંગું ફૂંક્યૂં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ફેબ્રુઆરી, રવિવારે બેંગલુરુમાં પેલેસ ગ્રાઉન્ડ ખાતે ભાજપની 90-દિવસની નવનિર્માણ પરિવર્તન યાત્રાના સમાપન નિમિત્તે આયોજિત એક જાહેર સભાને સંબોધિત કરી હતી. એમણે જનતાને અપીલ કરી હતી કે હવે કર્ણાટકના હિતમાં નિર્ણય લેવાનો સમય આવી ગયો છે અને આપણે આ રાજ્યમાં કોંગ્રેસ કલ્ચરને ખતમ કરી દેવાનું છે. જાહેર સભામાં ભાજપના કર્ણાટક એકમના પ્રમુખ બી.એસ. યેદિયુરપ્પાએ મોદીને પરંપરાગત પાઘડી પહેરાવીને એમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આગામી ચૂંટણીમાં ભાજપને જિતાડી યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન બનાવવાની જનસમુદાયને અપીલ કરી હતી. કર્ણાટકમાં આ વર્ષના એપ્રિલના અંતે અથવા મે મહિનાના આરંભમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]