ક્યાંક ફરજ તો ક્યાંક મજબૂરીઃ ગરમી હોય તોય શું?

અમદાવાદઃ એક તરફ કોરોનાનો કેર બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદના સૂમસામ રસ્તાઓ પર અનેક લોકો ફરજ બજાવે છે. લોકડાઉનમાં માર્ગો પર ડ્યુટી, અધિકારીઓની સતત અવરજવર વાળા વિસ્તારોમાં પોલીસના જવાનો ખડેપગે ફરજ બજાવતા નજરે પડે છે. બીજી તરફ પરિવારના નિર્વાહ માટે ફેરિયાઓ લારી- ટેમ્પા સાથે માલ સામાન વેચવા અંગદઝાડતી ગરમીમાં ફરતા જોવા મળે છે. શહેરના આશ્રમ રોડ પર માર્ગ પર રહેતી મહિલા બળબળતી બપોરે દિવ્યાંગ જનને સાચા માર્ગે દોરતી જોવા મળી. કોરોનાએ ભલે કાળો કેર વર્તાવ્યો હોય પણ સ્વમાનથી પેટિયું રળતા લોકો, ફરજ નિષ્ઠા, સેવાભાવી વલણને વાયરસ કે ગરમ લુ ના વાયરા નડતા નથી.
(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]