શત્રુઘ્ન સિન્હા મળ્યા રાહુલ ગાંધીને….

બિહારના પટના સાહિબ સંસદીય મતવિસ્તારમાં ભાજપના હાલના સંસદસભ્ય શત્રુઘ્ન સિન્હા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપથી નારાજ છે. એ કોંગ્રેસમાં જશે એવી ઘણા વખતથી અટકળો હતી, પણ 28 માર્ચ, ગુરુવારે સિન્હા નવી દિલ્હીમાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા એ સાથે જ બધી અટકળોનો અંત આવી ગયો છે. વળી, સિન્હાએ જાહેરાત પણ કરી છે કે પોતે આવતી 6 એપ્રિલે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]