પારસી નૂતન વર્ષની ઉજવણી

0
1288

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા આજે પતેતી એટલે કે નવરોઝની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.

પારસી નવ વર્ષની શરૂઆતે અનેક પરિવારો અગિયારીઓમાં એકઠા થયાં હતાં. પારસી ભાઇ બહેનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સહિત દેશભરમાં આજે પારસી સમુદાય તેમના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

પોતાના ઘર અને આતશબેહરમનાં આગણમાં સાથીયા અને આસોપાલવનાં તોરણથી શણગાર કરી પારસી બાઈઓ-બેહાનોએ અગ્નીદેવતાની પૂજા અર્ચના કરી નવા વર્ષની ઉજવણી કરે છે.

પારસી સમાજ માને છે કે, પતેતીની ઉજવણીથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને તંદુરસ્તી આવે છે.