સોમનાથમાં ભગવાન શિવની પાલખી યાત્રા

સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતીર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે આજે સોમનાથ ખાતે મહાદેવજીની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે શ્રાવણના પ્રત્યેક સોમવારે સોમનાથમાં મહાદેવજીની પાલખી યાત્રા નિકળે છે. અને જ્યારે ત્રિભુવન ગુરૂ સાક્ષાત ભગવાન શિવ જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શિવની પાલખી યાત્રામાં જોડાય છે. પાલખી યાત્રાની શરૂઆત પાલખીપૂજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે કરી હતી. જેમાં  તીર્થ પુરોહિતો અને દર્શનાર્થીઓ ભાવભેર અને ઉત્સાહભેર જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]