વિદ્યાર્થીઓને મદદ કરવા ચિત્રકલા પ્રદર્શન

જૂનાગઢઃ કલ્યાણપુરના સામત બેલા સહિતના ચિત્રકારોનું ‘વિસરાઈ ગયેલા લોક જીવન’ પર બે દિવસનું ચિત્ર પ્રદર્શન આજે જૂનાગઢ ખાતે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, વંથલી રોડ ખાતે યોજાયું હતું. અહીંયા ચિત્ર પ્રદર્શનની સાથે સાથે લોકો ગમતાં ચિત્રો ખરીદી પણ શકશે. આ માટે જે પણ રકમ મળશે તેને વિદ્યાર્થીઓ પાછળ વાપરવામાં આવશે.