ગડકરી, અમિતાભ દ્વારા ‘મિશન પાની’ ઝુંબેશનો આરંભ…

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરી અને બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને 27 ઓગસ્ટ, મંગળવારે મુંબઈમાં જૂહુ વિસ્તારસ્થિત જે.ડબલ્યુ. મેરિયટ હોટેલ ખાતે 'મિશન પાની' ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો અને પાણીને બચાવવાની જનતાને અપીલ કરી હતી. હાર્પિક-ન્યૂઝ18 પ્રાયોજિત 'મિશન પાની' ઝુંબેશ જળસંચય વિશે ભારતમાં શરૂ કરવામાં આવેલી સૌથી મોટી જનજાગૃતિ ઝુંબેશ છે, જેનો હેતુ જનતાને પાણીને બચાવી એનો સંગ્રહ કરવા માટે જાગ્રત કરવાનો છે. ગડકરીએ આ પ્રસંગે કહ્યું કે, જળસંચય માટે સરકાર ઘણા પગલાં લઈ રહી છે. આપણા દેશમાં પાણીની તંગી નથી, પણ નિયોજનની તંગી છે. એ જ પ્રયાસોને સરકાર આગળ વધારી રહી છે. અમિતાભ બચ્ચન, જેઓ 'મિશન પાની' ઝુંબેશનાં દૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, 'જલ હૈ તો કલ હૈ.' વિચારો કે જળ ખતમ થઈ જશે તો શું થશે? પાણી બચાવવું એ માત્ર કોઈ સરકાર કે સંગઠનનું જ કામ નથી, પરંતુ પ્રત્યેક માનવીની ફરજ છે. દરેક માનવીએ આ ઝુંબેશમાં યોગદાન આપવું પડશે. (તસવીરોઃ માનસ સોમપુરા)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]