સંસદભવન તરફ કૂચ કરતા JNUના વિદ્યાર્થીઓની અટક…

ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારા સામે નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાલ રોષે ભરાયા છે અને છેલ્લા કેટલાક દિવસોથી આક્રમક દેખાવો કરી રહ્યા છે. 18 નવેંબર, સોમવારે કેટલાક વિદ્યાર્થીઓએ મોરચો કાઢ્યો હતો અને સંસદભવન તરફ કૂચ કરી ગયા હતા. પોલીસોએ એમને રસ્તામાં અધવચ્ચે જ અટકાવ્યા હતા અને એમાંના 100થી વધારે વિદ્યાર્થીઓને અટકમાં લીધા હતા.