નેધરલેન્ડ્સના રાજા-રાણી ભારતની પાંચ-દિવસની મુલાકાતે…

નેધરલેન્ડ્સના રાજા વિલિયમ-એલેક્ઝાન્ડર તથા એમના પત્ની રાણી મેક્ઝિમા ભારતની પ્રથમ મુલાકાતે આવ્યા છે. 14 ઓક્ટોબર, સોમવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમનું સ્વાગત કર્યું હતું. વિલિયમ-એલેક્ઝાન્ડર 2013માં નેધરલેન્ડ્સના રાજા બન્યાં હતાં.
રાષ્ટ્રપતિ ભવન ખાતે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ ભારતની મુલાકાતે આવેલા નેધરલેન્ડ્સના રાજા વિલિયમ-એલેક્ઝાન્ડર તથા એમના પત્ની રાણી મેક્ઝિમાનું સ્વાગત કર્યું હતું.
રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરતાં નેધરલેન્ડ્સના રાણી


વિદેશ પ્રધાન એસ. જયશંકર નેધરલેન્ડ્સના રાજા વિલિયમ-એલેક્ઝાન્ડર તથા એમના પત્ની રાણી મેક્ઝિમાને નવી દિલ્હી ખાતે મળ્યાં હતાં.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]