અમદાવાદઃ GMDC ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ….

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સરકારી તંત્ર, ગુજરાત ટુરિઝમ, સંસ્થાઓના સહયોગથી દર વર્ષે થતાં રાસ-ગરબાના આયોજનની 10મી ઓક્ટો. બુધવારના રોજ મુખ્ય પ્રધાનના હસ્તે વિધિવત શરુઆત થઇ હતી.

જૂદા જૂદા કલાકારો દ્વારા ગુજરાતના માતાજીના મંદિરોનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો, સાથે રાસ-ગરબા-ગરબી, નૃત્યનું વિશાળ સ્ટેજ પર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે દેશ-વેદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રિ ઉત્સવની શરુઆતે વિશાળ સ્ટેજ, વિવિધ પ્રદર્શનો , સ્ટોલ્સ અને રાસ-ગરબાની રમઝટ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


તસવીર-અહેવાલઃપ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]