‘સેલિબ્રેટીંગ ડો. કુરિયન’ નામની મેગા મોટરબાઈક રેલીનું આણંદમાં સમાપન

આણંદઃ દર વર્ષે તા.26 નવેમ્બરના રોજ  ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. કુરિયનની જન્મ જયંતિને નેશનલ મિલ્ક ડે તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે લોકપ્રિય બ્રાન્ડ અમૂલનું માર્કેટીંગ કરતી સંસ્થા GCMMF Ltd. દ્વારા તેની મેગા મોટરબાઈક રેલીની બીજી એડીશન ડો. વર્ગીસ કુરિયનની 97મી જન્મ જયંતિ પ્રસંગે યોજવામાં આવી હતી. આ રેલીને તા.17 નવેમ્બરના રોજ જમ્મુ ખાતેથી લીલીઝંડી આપવામાં આવી હતી. આ રેલી ગઈકાલે તેના આખરી મુકામે મિલ્ક સીટી આણંદ ખાતે આવી પહોંચી છે. આ શહેરને ડો. વર્ગીસ કુરિયનની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.