કલ્યાણ-નાશિક વચ્ચે લોકલ ટ્રેન સેવા 10 ફેબ્રુઆરીથી…

મુંબઈની પડોશના થાણે જિલ્લાના કલ્યાણ ઉપનગર અને મહારાષ્ટ્રના નાશિક શહેર વચ્ચે લોકલ ટ્રેન સેવા આવતી 10 ફેબ્રુઆરીએ શરૂ થવાની ધારણા છે. મધ્ય રેલવેએ આ માટે 12-ડબ્બાની એક ટ્રેન મેળવી છે. હાલ આ ટ્રેનને મુંબઈના કુર્લા સ્ટેશનના વર્કશોપમાં મોકલી દેવામાં આવી છે. કલ્યાણ-નાશિક વચ્ચેનો લોકલ ટ્રેન પ્રવાસ અઢી કલાકનો રહેશે. એ માટે ટ્રેન પ્રતિ કલાક 100 કિ.મી.ની ઝડપે દોડશે. ટ્રેનમાં મહિલાઓ માટે ફર્સ્ટ ક્લાસ સ્પેશિયલ કોચ, વિકલાંગો માટે પણ એક ડબ્બા રાખવામાં આવશે. ત્રણ ડબ્બા મળીને એક યુનિટ હશે અને પ્રત્યેક યુનિટમાં એક એન્જિન હશે. આ લોકલ ટ્રેનમાં આશરે બે હજાર જેટલા લોકો પ્રવાસ કરી શકશે. આ ટ્રેન શરૂ થવાથી ઈગતપુરી, ઘોટી, લહવીત, દેવલાલી કેમ્પ અને નાશિક શહેરોનાં કિસાનો, વેપારીઓને ઘણો લાભ થશે.