ગાંધીઆશ્રમની મુલાકાતે મોદી-નેતન્યાહૂ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. બંને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યાં બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે બન્ને મહાનુભાવોએ ગાંધીજીની છબીને સૂતરની આંટી પહેરાવી હતી અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ચરખો કાંત્યો હતો. ત્યારબાદ બંને વડાપ્રધાનોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તો આ સાથે જ વડાપ્રધાન મોદી અને બેન્જામીન નેતન્યાહૂએ પતંગ પણ ચગાવ્યો હતો અને આ સાથે જ વડાપ્રધાન મોદી પતંગ અને ફીરકી વિશે નેતન્યાહૂને માહિતી પણ આપી હતી. ત્યારબાદ નેતન્યાહુએ ગાંધી આશ્રમની વિઝિટર બૂકમાં નોંધ કરી અને ત્યાર બાદ બંને મહાનુભાવો ગાંંધી આશ્રમથી એરપોર્ટ જવા રવાના થયાં હતાં.

તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ