સૈનિકની મદદ સાથે મુંબઈમાં ફૂટઓવર બ્રિજનું બાંધકામ…

મુંબઈના કરી રોડ રેલવે સ્ટેશન ખાતે 7 જાન્યુઆરી, રવિવારે એક ફૂટઓવર બ્રિજના બાંધકામ વખતે એક લશ્કરી સૈનિક મદદ કરી રહ્યો હતો. 2017ના સપ્ટેમ્બરમાં એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર થયેલી ધક્કામુક્કીની દુર્ઘટનામાં 23 જણનાં મરણ બાદ મહારાષ્ટ્ર સરકારે લશ્કરની મદદથી પશ્ચિમ રેલવેના એલફિન્સ્ટન રોડ તથા મધ્ય રેલવેના કરી રોડ અને આંબીવલી સ્ટેશનો ખાતે ફૂટઓવર બ્રિજના બાંધકામ માટે લશ્કરી મદદ માગી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]