મુંબઈમાં ડબલ ડેકર બસનું છાપરું ચિરાયું…

મુંબઈમાં 3 જુલાઈ, મંગળવારે સાંતાક્રુઝ (ઈસ્ટ) ઉપનગરના કલીના વિસ્તારમાં ડબલ ડેકરની એક બસ એક ઓવરહેડ રેલિંગ સાથે અથડાતાં એનું છાપરું ચિરાઈ ગયું હતું. સદ્દભાગ્યે એ અકસ્માતમાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. આ અકસ્માત હકીકતમાં બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે થયો હતો. કહેવાય છે કે એ સામાન્ય રીતે સિંગલ ડેકર બસ ચલાવતો હતો, મંગળવારે અંધેરી પૂલ દુર્ઘટનાને લીધે ‘બેસ્ટ’ વહીવટીતંત્રે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું હતું અને આ ડ્રાઈવરને વિશેષ ડબલ ડેકર બસ દોડાવવા આપી હતી. ડ્રાઈવર ઓવરહેડ રેલિંગને જોવામાં થાપ ખાઈ ગયો હતો અને તેની સાથે અથડાતાં બસનું છાપરું ચિરાઈ ગયું હતું.