મુંબઈમાં સ્પાઈસજેટનું એક વિમાન 1 જુલાઈ, સોમવારે રાતે ભારે વરસાદને કારણે રનવે પર ઓવરશૂટ થયું હતું. એ વિમાન જયપુરથી મુંબઈ આવ્યું હતું. સદ્દભાગ્યે તમામ પ્રવાસીઓ સુરક્ષિત હતાં, માત્ર અમુકને મામુલી ઈજા થઈ હતી. ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટનો મેન રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. 54 ફ્લાઈટ્સને મુંબઈ નજીકના એરપોર્ટ્સ ખાતે વાળવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને અંધાધૂંધી ફેલાઈ હતી.