મુંબઈમાં CSMT સ્ટેશન બહારનો પૂલ તૂટી પડ્યો; 6નાં મરણ…

દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશનની બહારનો એક ફૂટ-ઓવરબ્રિજ 14 માર્ચ, ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ધસારાના સમયે તૂટી પડતાં 4 વ્યક્તિનાં મરણ નિપજ્યાંનો અહેવાલ છે. આ દુર્ઘટનામાં 34 જણ ઘાયલ પણ થયાં છે. એમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ફૂટ-ઓવરબ્રિજ સમારકામ હેઠળ હતો તે છતાં લોકો એની પરથી પસાર થતા હતા. આ પૂલ એક છેડે CSMT સ્ટેશનના પ્લેટફોર્મ-1 અને બીજા છેડે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડિંગ નજીકની બી.ટી. લેનને જોડે છે.