આતંકી હુમલામાં બચી ગયેલો મોશે મુંબઈમાં…

2008ની 26 નવેંબરે દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા યહુદીઓનાં પ્રાર્થનાસ્થળ નરીમાન હાઉસ (અથવા છાબડ હાઉસ) ખાતે કરવામાં આવેલા ભયાનક આતંકવાદી હુમલામાં બચી ગયેલો બે વર્ષનો ઈઝરાયલી-યહુદી છોકરો મોશે હોલ્ટ્ઝબર્ગ હવે 11 વર્ષનો થયો છે અને 9 વર્ષ બાદ ફરી મુંબઈ આવ્યો છે. મોશે 16 જાન્યુઆરી, મંગળવારે તેના દાદા સાથે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. મોશેનાં પિતા રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને માતા રિવકા પાકિસ્તાનમાંથી આવેલા ત્રાસવાદીઓએ 26 નવેંબરની રાતે નરીમાન હાઉસમાં કરેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયા હતા. બે વર્ષના મોશેને એની આયા સેન્ડ્રા સેમ્યુઅલે બચાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે ઈઝરાયલના પ્રવાસે ગયા હતા ત્યારે મોશેને મળ્યા હતા અને એને ભારતના પ્રવાસે આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોશે તેના દાદાની સાથે મંગળવારે નરીમાન હાઉસ ખાતે ગયો હતો.

મોશે હોલ્ટ્ઝબર્ગ છાબડ હાઉસમાં યહુદી ધર્મગુરુ સાથે

આ એ જ છાબડ હાઉસ અથવા નરીમાન હાઉસ છે જ્યાં આતંકવાદીઓના હુમલામાં મોશે હોલ્ટ્ઝબર્ગના માતા અને પિતાએ જાન ગુમાવ્યો હતો. આ બિલ્ડિંગને હવે સ્મારક તરીકે બનાવવામાં આવનાર છે

મોશે હોલ્ટ્ઝબર્ગ બે વર્ષનો હતો અને મુંબઈના હુમલામાં માતા-પિતાને ગુમાવ્યો હતો તે વેળાની તસવીર

મોશેને બચાવનાર એની આયા સેન્ડ્રા સેમ્યુઅલ

11 વર્ષનો મોશે ફરી મુંબઈમાં

વડા પ્રધાન મોદી ગયા વર્ષે ઈઝરાયલ ગયા હતા ત્યારે મોશેને મળ્યા હતા અને એને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]