વરસાદમાં અમદાવાદી વાતાવરણની અદાછટા

અમદાવાદ શહેર આખાયમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાની ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

નિષ્ણાતોએ આગાહી એવી પણ કરી હતી કે પવનો પણ ફૂંકાશે. પરંતુ વહેલી સવાર થી જ ક્યાંક ઝાપટાં તો ક્યાંક ઝરમર વરસાદ શહેરના વિવિધ  વિસ્તારોમાં પડી રહ્યો છે.
અસહ્ય બફારાને સ્થાને ચોમેર ઠંડક પ્રસરી ગઇ છે. શહેરને છેવાડે ખેતરોને અડીને આવેલા વિસ્તારમાં વસતા લોકો લીલોતરી સાથે કુદરતી નજારો માણી રહ્યા છે.
જ્યારે શહેરના તમામ વિસ્તારો ઘરઘોર વાદળોથી ઘેરાઇ ગયા છે.
પ્રજ્ઞેશ વ્યાસ