સુરતવાસીઓએ મધરાતે ઉજવ્યો PM મોદીનો જન્મદિવસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેંબર, મંગળવારે એમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુરતનાં લોકોએ સોમવારે મધરાતે 12ના ટકોરા થયા કે મોદીના જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. આ ઉજવણી કાર્યક્રમનું આયોજન ૧૬મી સપ્ટેમ્બરની રાત્રે ૯ વાગ્યાથી સુરતના ડુમસ રોડ પર આવેલા વાય જંકશન પર કરવામાં આવ્યું હતું. જેમાં સુરીલા રોક બેંડની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની ભવ્ય આતશબાજી અને કેક કટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને લોકો મોદીનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા.


મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતા બેનર્સ ઠેરઠેર લગાડેલા જોવા મળ્યા હતા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]