અમદાવાદમાં મેરી ક્રિસમસ..

અમદાવાદ-દુનિયાભરમાં હાલ નાતાલ પર્વની ઉજવણી ચાલી રહી છે. નાતાલ પર્વ સૌથી વધારે ખ્રિસ્તી ધર્મના લોકો ઉજવણી કરે છે, પરંતુ આપણા દેશના લોકો સર્વધર્મને સન્માન આપે છે, અને સાથે દરેક ધર્મના તહેવારોની ઉજવણી પણ કરે છે. ક્રિસમસના આ પર્વમાં અમદાવાદ શહેરના માર્ગો પર મોટા પ્રમાણમાં શાન્તાક્લોઝના વસ્ત્રો અને ક્રિસમસ-ટ્રીનું વેચાણ થાય છે. પ્રસ્તુત તસવીર અમદાવાદના એસ.જી હાઇવેની છે જ્યાં મોટાપ્રમાણમાં ઉત્તરભારતમાંથી આવેલા લોકો નાતાલ પર્વની ચીજવસ્તુઓ વેચાણ કરતા જોવા મળે છે.
તસવીરઃ પ્રજ્ઞેશવ્યાસ