મેલાનિયા ટ્રમ્પ ઈજિપ્તના પિરામીડ્સની મુલાકાતે…

અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ હાલ આફ્રિકાના ચાર દેશોના એકલ-પ્રવાસે નીકળ્યાં છે. આ પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ ઈજિપ્ત પહોંચ્યાં છે અને 6 ઓક્ટોબર, શનિવારે પાટનગર કેરોમાં વિશ્વપ્રસિદ્ધ પિરામીડ્સની મુલાકાત લીધી હતી. મેલાનિયા આ પહેલી જ વાર આફ્રિકાનાં દેશોનાં પ્રવાસે આવ્યાં છે. ઈજિપ્તની પહેલાં તેઓ ઘાના, કેન્યા, મલાવી દેશોની મુલાકાતે ગયાં હતાં. બાળકલ્યાણ કાર્યક્રમ અંતર્ગત મેલાનિયા આ સોલો-આંતરરાષ્ટ્રીય પ્રવાસે નીકળ્યાં છે.

મેલાનિયા ટ્રમ્પ કેન્યાનાં નેશનલ પાર્કમાં. કેન્યાનાં ફર્સ્ટ લેડી માર્ગારેટ સાથે યુએસ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]