મહેસાણા આરોગ્ય મેળો…

0
541

મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દ્વિદિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રોજગારી, કૃષિ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના માનવીને મળી રહી છે. સારવારના અભાવે કોઇપણ દર્દીનું મૃત્યુ ન થાય તે દિશામાં આરોગ્યલક્ષી સેવાઓને સુદ્રઢ બનાવાઇ છે.

નીતિન પટેલ દ્વારા સંજીવની રથ અને ૧૦૮ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજનામાં ૧,૩૮,૧૫૬ કુટુંબોના ૫,૯૪,૦૫૮ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. જિલ્લામાં આ યોજના હેઠળ ૬૬૫ લાભાર્થીઓ દ્વારા રૂ.૮૦.૪૦ લાખનો લાભ મેળવેલ છે. જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૭૫ સરકારી અને ૪૮ ખાનગી દવાખાનાઓનો સમાવેશ કરાયો છે.