ઉઝબેકિસ્તાનના નેતાની રૂપાણી સાથે મુલાકાત

ગાંધીનગરઃ ઉઝબેકિસ્તાનના આન્ડિજન પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનીસ્ટર શ્રીયુત હબીબૂલેવ સલોમ્બેક પૂલાતોવીચે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સમક્ષ તેમણે ઉઝબેકિસ્તાન-ગુજરાત વચ્ચે ઔદ્યોગિક-વાણિજ્યીક સહકારનો સંબંધ વધુ સુદ્રઢ કરવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઊદ્યોગોને ઉઝબેકિસ્તાનમાં રોકાણની વિશાળ સંભાવનાઓ રહેલી છે.