દેવેન્દ્ર ફડણવીસે નાગપુર (પશ્ચિમ)માંથી ઉમેદવારી નોંધાવી…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે 4 ઓક્ટોબર, શુક્રવારે નાગપુર (પશ્ચિમ) મતવિસ્તારમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમણે વિસ્તારમાં યોજેલા રોડશોમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરી અને મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.