મહાશિવરાત્રિ: સોમનાથ ખાતે પારંપરિક રીતે જ્યોત પૂજન

સોમનાથઃ મહાશિવરાત્રિની રાત્રે સોમનાથ ખાતે પારંપરીક રીતે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરી, ગુજરાતના રાજ્ય પ્રધાન વિભાવરી બેન દવેના હસ્તે પૂજા કરવામાં આવી હતી. તો આ સાથે જ દ્વિતીય પ્રહરની પૂજા અને મહાપૂજન ભૂદેવો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આ મહાપૂજનમાં ભાગ લઈને તેમજ શિવરાત્રીના આ મહાઅવસરે ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતી કરી હતી. આ પ્રસંગે મહાદેવજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]