લોકસભા ચૂંટણી 2019ઃ પહેલા ચરણમાં 91 સીટ પર મતદાન

17મી લોકસભાની ચૂંટણી સાત રાઉન્ડમાં થઈ રહી છે. એના પહેલા રાઉન્ડ માટે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 91 બેઠકો પર 11 એપ્રિલ, ગુરુવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, સિક્કીમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો - આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપમાં મતદાન થઈ રહ્યું છે. આ 91 સીટ માટે કુલ 1,279 ઉમેદવારો ચૂંટણીનાં જંગમાં ઉતર્યા છે. (મતદાન સ્થળોની તસવીરી ઝલક)

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતના પોલિંગ બૂથમાં મતદારો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઢોલ વગાડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરૌતના પોલિંગ બૂથમાં મતદારો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને ઢોલ વગાડીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.