વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે સેલિબ્રેશન

અમદાવાદ- રાજ્યની જુદી જદી ફાર્મસી કોલેજો દ્વારા આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદની એલ.જે.ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી કોલેજ દ્વારા પણ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજ દ્વારા લોકજાગૃતી અર્થે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મા અવેરનેસ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, ફાર્મા થીમ પર નાટક વગેરે કાર્યક્રમો યોજાયા હતાં.