બસ…મારે ભણવું છે

અમદાવાદઃ ટ્રાફિકથી ધમધમતા, ઘોંઘાટ, કોલાહલ વાળા વિસ્તારમાં માર્ગ વચ્ચે કોઇ બાળક એકદમ ધ્યાન પૂર્વક વાંચવામાં તલ્લીન જોવા મળે તો અવશ્ય નવાઇ લાગે… હા, નજારો જોવા મળ્યો વહેલી સવારના રુટિન ટ્રાફિકમાં…માં અને સાથે યુવાન દીકરી પોતાના કામના સ્થળે જઇ રહ્યા હતા એ વેળાએ નાની બાળા પોતાના અભ્યાસમાં વ્યસ્ત મગ્ન હતી. માલે તુજાર બાળકોને મોંઘી દાટ શાળાનું શિક્ષણ, તેડાગર તરીકે ગાડી-બસ કે ડ્રાઇવર,

રીડિંગ લાઇબ્રેરી, અનોખા સ્ટડી ટેબલ સાથેના રુમ્સ મળે તેમ છતાં માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં એક અસંતુષ્ટ ભાવ જોવા મળતો હોય છે. આ પરિસ્થિતિમાં ધ્યાન પૂર્વક અભ્યાસ કરી રહેલી આ બાળાને જોઇને થાય કે એ.સી. ઓરડા કે મોંઘીદાટ સગવડો કરતાં માણસની શિક્ષણ-જ્ઞાન માટેની ભૂખ–રુચિ હોય તો કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરી અવશ્ય અભ્યાસ કરે છે. પુસ્તક જોતા જ એ બાળકને થાય બસ…મારે ભણવું છે….

(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)