કેબીડી જુનિયર્સ સિઝન-2

કબ્બડી માટેની તાકાત અને ધગશની કસોટી કરનારી કેબીડી જુનિયર્સ સિઝન-2 ની અમદાવાદ ફાયનલમાં રચના સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ સામે 35-34ના સ્કોર સાથે વિજેતા બની હતી. રચના સ્કૂલે અપરાજીત રહીને ટ્રોફિ જીતી લીધી હતી.

ફાયનાલિસ્ટ રચના સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલ દ્વારા કેબીડી જુનિયર્સના ઈતિહાસમાં સાચા અર્થમાં ઝમકદાર રમતો રમાઈ હતી. પ્રથમ હાફમાં રચના સ્કૂલ 20 પોઈન્ટથી પાછળ હતી તેણે અદ્દભૂત કમ બેક દ્વારા અને નિર્ણાયક ચોકસાઈ દ્વારા કેબીડી જુનિયર્સની સિઝન-2ની અમદાવાદમાં રમાયેલી મેચમાં વિજેતા બની હતી.શહેરની ફાયનલ્સ યોજાઈ તે પહેલાં બે સેમી ફાયનલ મેચ યોજાઈ હતી, જેમાં સોમ લલિત સ્કૂલે તેમની તાકાતની કસોટી ઓમ શાંતિ સ્કૂલ સામે કરી હતી તથા રચના સ્કૂલે ઉદ્દગમ સ્કૂલનો સામનો કર્યો હતો.