જૂનાગઢ પૂર્વ મેયર જીતુ હીરપરાનું અકસ્માતમાં નિધન

જૂનાગઢ– મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હીરપરાના માર્ગ અકસ્માતમાં થયેલા દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. સીએમે જીતુભાઇ હીરપરાના નિધનથી પક્ષે એક સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યાં છે એમ તેમણે શોકાંજલિમાં જણાવ્યું હતું. (તસ્વીર- વિજય ત્રિવેદી)જૂનાગઢના વોર્ડનંબર-15ના ભાજપના કોર્પોરેટર તેમજ પોરબંદરના પ્રભારી, જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું ડેરવાણ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં નિધન થયું હતું. આ અકસ્માતમાં જીતુભાઈ અને તેમના પત્નીને ગંભીર ઈજા થઇ હતી. 108 દ્વારા સિવિલમાં ખસેડાયાં બાદ જીતુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના પત્ની ભાવના બહેનને પણ ગંભીર ઈજા પહોંચી છે અને તેમને સઘન સારવાર અપાઇ રહી છે.