જેટ એરવેઝનાં કર્મચારીઓનાં મુંબઈ એરપોર્ટ ખાતે દેખાવ…

0
587
કરોડો રૂપિયાનાં આર્થિક દેવામાં ડૂબી જતાં જેને પોતાની વિમાન સેવા સ્થગિત કરી દેવાની ફરજ પડી છે તે જેટ એરવેઝનાં હજારો કર્મચારીઓએ જેટ એરવેઝને ઉગારવા અને એમનો અનેક મહિનાઓનો ચડી ગયેલો પગાર અપાવવાની સરકારને અપીલ કરવા સાથે 8 મે, બુધવારે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ના લેવલ-4 પર દેખાવો કર્યા હતા. આ દેખાવોની આગેવાની શિવસેના પાર્ટીનાં સમર્થનવાળા યુનિયન ભારતીય કામગાર સેનાએ લીધી હતી. દેખાવો શાંતિપૂર્ણ રહ્યા હતા અને એમાં 10 હજાર જેટલા લોકો જોડાયા હતા. એરપોર્ટ ખાતે પોલીસનો અત્યંત કડક બંદોબસ્ત હતો.