વાજપેયીના સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના, દુઆ…

0
1156
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની તબિયત નાજુક છે અને એમને લગભગ બે મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે દિવસથી એમની તબિયતમાં વધારે બગાડો થયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. વાજપેયીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. દેશભરમાં એમના સુસ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના-હવન કરવામાં આવી રહ્યા છે તો દરગાહમાં દુઆ કરવામાં આવી રહી છે. ઉપરની તસવીરમાં, જયપુરમાં એક મંદિરમાં હવન સાથે પ્રાર્થના કરતા ભાજપના કાર્યકર્તાઓ.
રાજસ્થાનમાં અજમેર શરીફ ખાતે વાજપેયી માટે દુઆ કરતા મુસ્લિમ પ્રશંસકો.
મધ્ય પ્રદેશના યુવા કોંગ્રેસના નેતા શકીર ખાને વાજપેયી ફરી સાજા થઈ જાય એ માટે ગ્વાલિયરની દરગાહ ખાતે પવિત્ર ચાદર ઓઢાડી.