ભારતીય નૌકાદળે મુંબઈમાં ઉજવ્યો કારગીલ વિજય દિવસ…

કારગીલ માટેના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય લશ્કરના વિજયની યાદમાં દેશભરમાં 21 જુલાઈ, રવિવારે 20મો કારગીલ વિજય દિવસ ઉજવ્યો આવ્યો હતો. મુંબઈમાં, ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડે કુર્લા ઉપનગર સ્થિત ફિનીક્સ મોલ અને લોઅર પરેલ ઉપનગર સ્થિત હાઈ સ્ટ્રીટ ફિનીક્સ મોલ ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. નૌકાદળ દ્વારા બંને મોલ ખાતે મટીરિયલ ઓર્ગેનાઈઝેશન અને નૌકાદળના (મિસાઈલ મથક) INS ટ્રાટાનાં પેવિલિયન ઊભાં કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય નૌકાદળ ઉપરાંત દેશનાં સશસ્ત્ર દળોનાં જવાનોની બહાદુરીની યશગાથાને પ્રસ્તુત કરવામાં આવી હતી. કુર્લાના પેવિલિયનમાં, અરબી સમુદ્રમાં લાંગરેલા યુદ્ધજહાજોનાં કળાત્મક ટેબ્લોને મૂકવામાં આવ્યું હતું. લોઅર પરેલના મોલમાં અનેક પોસ્ટર અને પ્રેરણાત્મક ફિલ્મોની રજૂઆત કરવામાં આવી હતી. મુલાકાતીઓએ કારગીલ યુદ્ધનાં વીર જવાનોનાં ચિત્રોને દર્શાવતી પરંપરાગત સેન્ડ આર્ટ (રેતશિલ્પ)ની તસવીરો લીધી હતી. બંને મોલ ખાતે નેવી બેન્ડનાં જવાનોએ દેશભક્તિનો જુસ્સો જગાડે એવી માર્શલ અને લોકપ્રિય ગીતોનાં મિશ્રણવાળી ધૂન વગાડીને શ્રોતાઓનું મનોરંજન કરી એમને મુગ્ધ કર્યાં હતાં.

કુર્લાના ફિનિક્સ મોલ ખાતેઃ અરબી સમુદ્રમાં નૌકાદળના યુદ્ધજહાજોનાં કાફલાનો ટેબ્લો અને કારગીલ યુદ્ધનાં વીર જવાનોનાં ચિત્રોને દર્શાવતી પરંપરાગત સેન્ડ આર્ટ (રંગોલી)

કુર્લાના ફિનિક્સ મોલ ખાતેઃ અરબી સમુદ્રમાં નૌકાદળના યુદ્ધજહાજોનાં કાફલાનો ટેબ્લો અને કારગીલ યુદ્ધનાં વીર જવાનોનાં ચિત્રોને દર્શાવતી પરંપરાગત સેન્ડ આર્ટ (રંગોલી)

લોઅર પરેલ સ્થિત હાઈ સ્ટ્રીટ ફિનિક્સ મોલમાં શ્રોતાઓને મુગ્ધ કરતું નેવલ બેન્ડ

લોઅર પરેલ સ્થિત હાઈ સ્ટ્રીટ ફિનિક્સ મોલમાં શ્રોતાઓને મુગ્ધ કરતું નેવલ બેન્ડ

લોઅર પરેલ સ્થિત હાઈ સ્ટ્રીટ ફિનિક્સ મોલમાં શ્રોતાઓને મુગ્ધ કરતું નેવલ બેન્ડ

બેકગ્રાઉન્ડમાં કારગીલ પ્રદેશ અને એક બંકર નજીકના શસ્ત્રસરંજામ સાથે સેલ્ફી લેતા મુલાકાતીઓ

બેકગ્રાઉન્ડમાં કારગીલ પ્રદેશ અને એક બંકર નજીકના શસ્ત્રસરંજામ સાથે સેલ્ફી લેતા મુલાકાતીઓ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]