નૌકાદળના જહાજ ‘ઈમ્ફાલ’નું જલાવતરણ…

દુશ્મનની મિસાઈલને તોડી પાડવાની વિધ્વંસક ક્ષમતા ધરાવતા ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ 'ઈમ્ફાલ'નું 20 એપ્રિલ, શનિવારે મુંબઈમાં મઝગાંવ ગોદી ખાતે જલાવતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનીલ લામ્બા, તથા નૌકાદળના અન્ય ટોચના અધિકારીઓ તેમજ જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઈમ્ફાલ જહાજ એ શ્રેણીનું ત્રીજું યુદ્ધજહાજ છે જે બહુહેતુલક્ષી હેલિકોપ્ટરોને લઈ જવાની અને સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે. (તસવીરોઃ મેજર એસ.ડી. રોકડે)


ગાઈડેડ મિસાઈલ ડીસ્ટ્રોયર જહાજ ઈમ્ફાલને સમુદ્રમાં ઉતારવામાં આવી રહ્યું છે


NWWAનાં પ્રમુખ શ્રીમતી રીના લામ્બા શ્રીફળ ફોડીને જહાજની લોન્ચિંગ વિધિ સંપન્ન કરે છે.


ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનીલ લામ્બા મઝગાંવ ડોક શિપયાર્ડ્સ લિમિટેડના કર્મચારીઓ સાથે વાતચીત કરે છે


એડમિરલ સુનીલ લામ્બા ગાઈડેડ મિસાઈલ ડીસ્ટ્રોયર જહાજ ઈમ્ફાલ લોન્ચ પ્રસંગે સંબોધન કરે છે


ગાઈડેડ મિસાઈલ ડીસ્ટ્રોયર જહાજ ઈમ્ફાલનું જલાવતરણ...


ગાઈડેડ મિસાઈલ ડીસ્ટ્રોયર જહાજ ઈમ્ફાલનું જલાવતરણ...


ઉપસ્થિત મહાનુભાવો જહાજ ઈમ્ફાલનાં જલાવતરણની વિધિ નિહાળી રહ્યાં છે


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]