બીજલનું સંગીત અને નૃત્યનું ઝમકદાર પરફોર્મન્સ

અમદાવાદઃ પરંપરા એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા આયોજીત નૃત્યપરંપરા અને સંસ્કૃતિક મહોત્સવ ૨૦૧૮માં આપણી સમૃધ્ધ સંસ્કૃતિના હિસ્સારૂપ ભારતના  શાસ્ત્રીય નૃત્યનાં ભિન્ન સ્વરૂપો રજૂ કરાયા હતા. શહેરના સંગીત અને નૃત્યના ચાહકો  આ કાર્યક્રમ  જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભરતનાટ્યમ, કુચીપૂડી, માર્શલ આર્ટસ અને ભારતીય સમકાલીન નૃત્યના પરફોર્મન્સથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત ભાવવાહી બાંસુરીવાદનની સાથે  તબલા અને પખવાજની સંગતથી  અહીં એકત્ર થયેલા રસિકો ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા.