ભારતીય સૈન્યને મળી હોવિત્ઝર, વજ્ર તોપ…

M777 અમેરિકન અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપ અને K-9 તોપ તેમજ કોમન ગન ટાવરનું 9 નવેમ્બર, શુક્રવારે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાસ્થિત દેવલાલી આર્ટિલરી સેન્ટર (દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ) ખાતે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સીતારામને આ બંને તોપ રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતીય સેનાને સુપરત કરી છે. આ બંને તોપ હવે લશ્કરમાં સામેલ કરવામાં આવી છે. આ પ્રસંગે લશ્કરી વડા જનરલ બિપીન રાવત તથા અન્ય ટોચના લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વજ્ર તોપ નામકરણ કરાયું એ પહેલાં તે K-9 Thunder નામે ઓળખાતી હતી. દક્ષિણ કોરિયન ટેક્નોલોજીથી નિર્મિત આ 47 ટન વજનની તોપ 30થી 38 કિ.મી. દૂરના ટાર્ગેટનો સફાયો કરવાની ક્ષમતા ધરાવે છે. આ બંને તોપ ભારતીય સેનામાં સામેલ થવાથી દેશની પશ્ચિમી સરહદો પર ભારતની લશ્કરી શસ્ત્રતાકાત વધી જશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]