ભારત-ઈઝરાયલ વચ્ચે ૯ સમજૂતી…

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ છ-દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. 15 જાન્યુઆરી, સોમવારે નેતન્યાહુ એમના ભારતરોકાણના બીજા દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયા હતા. ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનું સ્વાગત કર્યું હતું. બાદમાં બંને નેતાએ હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષી મંત્રણા કરી હતી અને બંને દેશ વચ્ચે કુલ ૯ સમજૂતીઓ પર સહીસિક્કા થયા હતા. બંને દેશે સાઈબર સુરક્ષા, ઓઈલ એન્ડ નેચરલ ગેસ, હોમિયોપેથી, અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી, એર ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં કરાર થયા હતા.